મારામારી માં યુવકનું મોત નીપજતા અદાલતે કલમ ૩૦૨ ના બદલે ૩૦4(પાર્ટ) સજાનો હુકમ
Gondal,તા.21
ગોંડલ સેશન્સ કોર્ટમાં મારામારી થી યુવાનના મોતના બનાવમાં ત્રણ આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારવાના હુકમમાં મારામારીમાં આરોપીઓની ઈરાદો મોત નીપજ્યા ના બનાવનો કેસ ચાલી છતાં અદાલતે મનુષ્ય સાપરાજ વધ માની તમામ આરોપીને સાત સાત વર્ષની સજા નો હુકમ કર્યો છે.આ કેસની વિગત મુજબ ૩/૭/૨૦૧૯ ના રોજ દિલીપભાઈ કાલુભાઈ વેગડ અને તેના પિતરાઈ ભાઈ જય રાત્રે ચરખડી ગામે વાડી એ હતા ત્યારે જય પર ફોન આવેલ કે વાડીએ આવો જય અને દિલીપભાઈ બાજુની વાડી ગયા ત્યાં વિશાલ રમેશ વરાણા નવીનભાઈ વરાણા અને ગજેન્દ્ર ઉર્ફે ઝીણો ઘુસા વરાણે એ જય ને સંબંધી મહિલા સાથે પ્રેમ પ્રકરણ હોય અને મળવા બોલાવવા મુદ્દ્દે લાકડી પ્લાસ્ટિકની દોરી જેવા હથિયારોથી માર મારી ઈજાગ્રસ્ત હાલતમાં ફરિયાદી દિલીપભાઈ અને આરોપીઓએ જઈને વાડીએથી રવાના કર્યા હતા રસ્તામાં જય મોત નીપજ્યું હતું અને આ બનાવવામાં ત્રણેય સામે હત્યાની કલમ ૩૦૨ અંગે ગુનો નોંધાયો હતો આ બનાવમાં સરકાર તરફે વકીલ ઘનશ્યામ ડોબરીયા દ્વારા રજૂ કરેલ દસ્તાવેજી પુરાવાને ડોક્ટરની જુબાની અને સાહેદોની જુબાની ધ્યાને લઈ સરકારી વકીલ ની દલીલો અને પગલે ગોંડલના જજ એમ એ ભટ્ટી એ એવું અનુમાન કરેલ કે આ કેસમાં આરોપીઓએ મારી નાખવાના ઇરાદે ગુજરનાર જય ઉપર હુમલો કર્યો હોય તેવું માની ન શકાય જેથી આ કેસમાં આઇપીસી કલમ ૩૦૨ મુજબ નો ગુનો બનતો ન હોય અને આ કેસ માં કલમ ૩૦૪ પાર્ટી મુજબ ત્રણેય તકસીરવાન ઠરે છે અને સાત સાત વર્ષની સજા નો હુકમ કર્યો હતો