Rajkot, તા.22
રાજકોટના મવડી પોલીસ હેડ ક્વાર્ટર માં 86 વર્ષીય વૃદ્ધએ એસિડ ગટાવી લેતા તેઓને તત્કાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યા મુજબ, વિક્રમસિંહ દાદુભા જાડેજા (ઉંમર વર્ષ 86 રહે. મવડી પોલીસ હેડ ક્વાર્ટર) આજે સવારે 11 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર એસિડ પી જતા પરિવારને જાણ થતા તત્કાલ તેઓને દોશી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અહીંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાતા ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવેલ. હાલ તેઓ સારવાર હેઠળ છે. વિક્રમસિંહ પોલીસ પરિવારમાંથી આવે છે. સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે વિક્રમસિંહએ શા માટે એસિડ પીધું? તેનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.