Morbi,તા.23
માળિયા (મી.) ની સરકારી હોસ્પિટલ પસે જાહેરમાં વરલી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૦,૪૦૦ અને મોબાઈલ સહીત કુલ રૂ ૧૨,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે સરકારી હોસ્પિટલ જવાના રસ્તે રેડ કરી હતી જ્યાં આરોપી આમીન ઉર્ફે હાજી જાનમામદ જેડાને જાહેરમાં વરલી ફીચર આંકડા પર જુગાર રમતા ઝડપી લીધો હતો આરોપી પાસેથી રોકડ રૂ ૧૦,૪૦૦ અને ૨૦૦૦ નો મોબાઈલ સહીત કુલ રૂ ૧૨,૪૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે