Morbi,તા.23
ટંકારામાં મંદિર ચોરીના ગુનામાં ઇસમ ૧૩ વર્ષથી નાસતો ફરતો હતો જેને એલસીબી ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લામાંથી ઝડપી લઈને ટંકારા પોલીસને સોપવામાં આવ્યો છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન ટંકારામાં વર્ષ ૨૦૧૨ માં મંદિર ચોરીના ગુનામાં આરોપી કમલેશ બુચા ડામોર રહે મધ્યપ્રદેશ વાળો હાલ તેના અલીરાજપુર જીલ્લાના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા ટીમ મધ્યપ્રદેશ રવાના કરી હતી જ્યાંથી આરોપી કમલેશ ડામોરને ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે ટંકારા પોલીસને સોપવામાં આવ્યો છે