Rajkot , તા. ૨૩
રાજકોટ મનપા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સ્ટે. કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ. આ બજેટના અનુસંધાને સ્ટે. ચેરમેન જયમીન ઠાકર દ્વારા આજરોજ તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રિવ્યુ અંગે બેઠક કરવામાં આવી હતી.
આ બેઠકના અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ડો. માધવ દવે, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, લીલુબેન જાદવ, મનિષ રાડિયા ઉપરાંત મ્યુનિ. પદાધિકારીઓ સહિતના અધિકારીઓએ હાજર રહી બજેટ યોજનાના અમલીકરણ સંદર્ભે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.
આ તકે સ્ટે. ચેરમેને આવનારા દિવસોમાં પણ બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓનું સમયબદ્ધ અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા માટે લગત અધિકારીઓ સાથે બજેટ યોજના અન્વયે કરેલ કામગીરી અંગે સમયાંતરે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
Trending
- નવા GST ફેરફારો વિશે દ્વિધા છે ? સરકારે તમામ `સવાલ’ના જવાબ જાહેર કર્યા
- US માં New Jersey ના રોબિન્સવિલે સ્થિત BAPS મંદિર વિરૂધ્ધ તપાસ બંધ કરાવાઇ
- Russiaના કામચટકામાં ફરી 7.8ની તિવ્રતાનો ભૂકંપ
- Nepal માં હિંસાના 10 દિવસ બાદ પ્રથમ વખત દેખાયા કે.પી.શર્મા
- Four European Countries સાથે ભારતનો મુક્ત વેપાર કરાર 1 ઓક્ટોબરથી અમલમાં આવશે
- શ્રીલંકા સામે અફઘાનના નબીએ છેલ્લી ઓવરમાં સળંગ પાંચ છગ્ગા ફટકાર્યા
- વિકેટ ન મળે તો ટીમમાં સ્થાન પણ નહીં મળે : Kuldeep
- Asia Cup 2025 : અફઘાન પરાસ્ત થતાં શ્રીલંકા બાંગ્લાદેશ સુપર 4માં