રાજકોટ મ્યુ. કોર્પો.ની ટી.પી. શાખા દ્વારા વેસ્ટ ઝોન (વાવડી-રૈયા)માં ડિમોલીશનની કાર્યવાહી
Rajkot તા. ૨૩
રા.મ્યુ. કમિ.ના આદેશાનુસાર તથા ડે. કમિ.ના માર્ગદર્શન હેઠળ આજરોજ ટાઉનીંગ પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં. ૧૨માં અરજદાર વિનુભાઈ પરસાણા દ્વારા કરાયેલ રજૂઆતના પગલે વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલ કાંગશીયાળી રોડ, રસુલપરા, વાવડી વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ શેડના અંદાજીત ૮૫૦ ચો.મી. જમીન ઉપર થયેલ ગેરકાયદે બાંધકામ આજરોજ સવારથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યારે અરજદાર રીયાઝભાઈએ કરેલ રજૂઆતના પગલે કાંગશીયાળી રોડ, વાવડી ગામતળ પાછળ અંદાજીત ૨૬૧ ચો.મી. જગ્યામાં થયેલા ગેરેજના છાપરાનું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પુનીતનગરના ટાંકાથી વાવડી ગામ સુધી (ટીપી સ્કીમ નં. ૧૪)ની અંદાજીત ૫૦૦ ચો.મી. જગ્યામાં ખડકાયેલા ૩૦ ઝૂંપડા હટાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વોર્ડ નં. ૧૦માં ટી.પી. સ્કીમ નં. ૧૬-રૈયા રોડ, અંતિમખંડ નં. ૮૬/એ (વાણિજ્ય વેચાણની જમીન )અને અંતિમખંડ નં. ૩૧/એ (એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ.) કીડની હોસ્પિટલવાળી જગ્યા ઉપર ખડકાયેલા ગેરકાયદે ઝૂંપડાઓ દૂર કરીને અનુક્રમે ૪૭૭૬ ચો.મી. અને ૨૨૨૧ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે.
ઉપરોકત ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજીત કીંમત રૂા. ૬૯.૯૭ કરોડ થવા જાય છે. વેસ્ટ વિસ્તારમાં ટી.પી. શાખા દ્વારા હાથ ધરાયેલ ડિમોલીશનની કામગીરી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
Trending
- US માં New Jersey ના રોબિન્સવિલે સ્થિત BAPS મંદિર વિરૂધ્ધ તપાસ બંધ કરાવાઇ
- Russiaના કામચટકામાં ફરી 7.8ની તિવ્રતાનો ભૂકંપ
- Nepal માં હિંસાના 10 દિવસ બાદ પ્રથમ વખત દેખાયા કે.પી.શર્મા
- Four European Countries સાથે ભારતનો મુક્ત વેપાર કરાર 1 ઓક્ટોબરથી અમલમાં આવશે
- શ્રીલંકા સામે અફઘાનના નબીએ છેલ્લી ઓવરમાં સળંગ પાંચ છગ્ગા ફટકાર્યા
- વિકેટ ન મળે તો ટીમમાં સ્થાન પણ નહીં મળે : Kuldeep
- Asia Cup 2025 : અફઘાન પરાસ્ત થતાં શ્રીલંકા બાંગ્લાદેશ સુપર 4માં
- ભારતનો આજે ઓમાન સાથે અંતિમ ગ્રુપ મુકાબલો : ‘બેંચ સ્ટ્રેન્થ’ને તક મળશે