વલ્લભીપુરથી તાલુકાના પાટી ગામનું અંતર ૩ કિ.મી.જેવુ થાય છે. પાટી ગામના વેપારીઓનું હટાણું તેમજ લોકોની જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની ખરીદીનું કેન્દ્ર વલ્લભીપુર છે. આ ગામમાં મોટા ભાગે પશુપાલનનો વ્યવસાય હોવાથી પશુપાલકોને દિવસમાં ચારથી પાંચ વાર વલ્લભીપુર આવવાનું રહેતું હોય છે. આ ગામ જવાનો રોડ વર્ષોથી તૂટી ગયો છે. અત્રે ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે. ચોમાસામાં રોેડ ઉપર પાણી ફરી વળતા હોય જેથી ત્રણ -ચાર દિવસ પાટીગામ સંપર્ક વિહોણું થઇ જાય છે.ગ્રામજનો દ્વારા સંબંધિત જવાબદાર તંત્રને અનેકવાર મૌખિક ફરિયાદો કરાઈ છે પરંતુ પેધી ગયેલા જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. તેમજ નેતાઓ પણ આ નાનું ગામ હોવાથી રસ લેતા ન હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. સામાજિક કાર્યકર જીતેન્દ્રસિંહ ગોહિલએ આ રોડ તાત્કાલિક નવો અથવા રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે.
Trending
- સિંહ Junagadh શહેરમાં પ્રવેશ્યા: કસ્તુરબા સોસાયટીમાં બે પશુઓને આરોગી ગયા
- Veraval, Talala and Sutrapada માં વિજચોરી અંગે વ્યાપક દરોડા
- Ribada ના અનિરૂધ્ધસિંહને ‘સજા માફી’ સામે હાઈકોર્ટના આકરા સવાલ
- Dhoraji: બસ સળગાવવાના બનાવમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો
- Una સૈયદ રાજપરા ગામના જીવલેણ હુમલાના બનાવમાં બે આરોપી પકડાયા
- Bhavnagar નજીક મહાકાય પવનચકકી ધરાશાયી કરાઇ
- Jasdan ના રાણીંગપરમાં આર્થિક તંગીથી કંટાળી ખેડૂત એ આપઘાત કરી લીધો
- Gondal ઉમવાડા પાસે દર્શનાર્થે જતા પરિવારની કાર નાળામાં ખાબકી