Rajkot,તા.24
શહેરના છેવાડાના વિસ્તારો કે જે મનપાની હદમાં ભળી ગયા છે તેનો વિકાસ વધારવા માટે સરકાર દ્વારા નવી ટીપી સ્કીમોને મંજુરી આપવામાં આવી છે. મનપાએ અનેક ટીપી સ્કીમના ડ્રાફ્ટ તૈયાર કર્યા છે. જે પૈકી વાવડીની ટીપી સ્કીન નં. 26 અને 27ને આજે સરકારે મંજુરી આપી છે.
જેમાં ટીપી સ્કીમ નં. 26માં 1759165 ચો.મી. ક્ષેત્રફળ તથા સ્કીમ નં. 27માં 1699283 ચો.મી. ક્ષેત્રફળ જમીનનો સમાવેશ કરાવામાં આવ્યો છે. જ્યારે 9મીટર અને 60 મીટરના રોડ રસ્તાઓ માટે પણ વધુ વિસ્તાર ફાળવવામાં આવ્યો છે. જેમાં ટીપી સ્કીમ નં. 27 રહેણાક ઝોન અને ટીપી સ્કીમ નં. 26માં ઉદ્યોગીક ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા મનપાએ અગાઉ રજૂ કરેલ ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 26 અને 27ને આજે મંજુરીની મહોર મારી છે. વાવડી ટીપી સ્કીમ નં. 26નું ક્ષેત્રફળ 1759165 ચો.મી. અને 175.91 હેક્ટર રહેશે. આ ટીપી સ્કીમમાં વાણીજ્ય વેચાણ, રહેણાક વેચાણ, ગાર્ડન વેચાણ, પાર્કિંગ તથા સોશિયલ ઈન્ફાસ્ટ્રક્ચર હેતુના કુલ 89 પ્લોટ જેનું ક્ષેત્રફળ 227178 ચો.મી. રાખવામાં આવ્યું છે.
સદર ટીપી સ્કીમમાં 9 મીટરથી 60 મીટર સુધીના ટીપી રોડ માટે ક્ષેત્રફળ 345864 ચો.મી. જગ્યા ફાળવવામાં આવી છે. આ સ્કિમમાં ઔદ્યફોગિક તથા રહેણાક વિસ્તાર આવેલ છે. જેમાં તુલીપ પાર્ટી પ્લોટની પાછળનો ભાગ પરિન ફર્નિચર, મમદીબાગ,કાંગશિયાળી રોડ સુધીનો સમાવેશ થાય છે.
વાવડી ટીપી સ્કીમ નંબર 27માં 1699283 ચો.મી.નું ક્ષેત્રફળ અને 169.92 હેક્ટર જમીનનો સમાવેશ કરવામાં આવ્યું છે. જેમાં ઈડબલ્યુએસ વાણીજ્ય વેચાણ, રહેણાક વેચાણ, ગાર્ડન સહિતના કુલ 76 પ્લોટ જેનું ક્ષેત્રફળ 346734 ચો.મી. ફાળવામાં આવ્યું છે.
આ સદન સ્કીમમાં 9 મીટરથી 45 મિટર સુધીના ટીપી રોડ માટે 328643 ચો.મી. ક્ષેત્રફળની જગ્યા ફાળવવામાં આવી છે. આ ટીપી સ્કીમ રહેણાક ઝોનની છે જેમાં આદર્શ હાઈરાઈઝ વાવડી ગામની પશ્ર્ચિમનો ભાગતેમજ કાંગશિયાળી રોડ સુધીના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.