કોઠારીયા રોડ, આંબેડકર નગર અને બેડલાથી શરાબની ૨૭૬ બોટલ,કાર અને મોબાઈલ મળી,રૂ.૪.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે:
Rajkot,તા.25
શહેરના કોઠારિયા રોડ પર રાજલક્ષ્મી વિસ્તારમાં મકાનમાં, આંબેડકરનગર મકાનમાં અને બેડલા ગામ નજીક શહેર પોલીસ વિદેશી દારૂનો દરોડો પાડી,શરાબની ૨૭૬ બોટલ,કાર અને મોબાઈલ મળી,રૂ.૪. ૨૨ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચનું ટીમ બેડળા ગામ તરફ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર ત્યાંથી પસાર થતા તેને અટકાવી તલાશી લેતા, કારમાંથી વિદેશી દારૂની ૨૪૦ બોટલ મળી આવી હતી.પોલીસ વિદેશી દારૂ, કાર અને મોબાઈલ મળી, રૂ.૪ લાખના મુદ્દા માલ સાથે માર્કેટિંગ યાર્ડ સામે આવેલી આંબાવાડી શું સુધી શેરી નંબર એકમાં રહેતો સંજય ધીરુભાઈ ગણવડિય નામના શખ્સને ઝડપી લીધો છે. આ દરોડાની કામગીરી ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ વી ડી ડોડીયા, કોન્સ્ટેબલ વિશાલભાઈ દવે અને દિલીપભાઈ બોરીચા સહિતના સ્ટાફે કરી હતી. જયારે બીજો વિદેશી દારૂનો દરોડો, રાજકોટ તાલુકા પોલીસની ટેમિઆંબેડકર નગર શેરી નંબર ૧માં રામાપીરના મંદિર્વરી શેરીમાં રહેતો મનીષ છગનભાઈ મહીડા નામના શખ્સને , તેના મકાનમાંથી વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે રાજકોટ તાલુકા પોલીસે ધરપકડ કરી છે.જયારે વિદેશી દારૂનો ત્રીજો દરોડો, ભકતી નગર પોલીસે કોઠારીયા રોડ પર રાજલક્ષ્મી વિસ્તારમાં આવેલા મકાનામાંથીવિદેશી દારૂની ૧૨ બોટલ સાથે કોઠારીયા રોડ પર આવેલા આશાપુરા નગર શેરી નંબર ૧૬માં રહેતો ભાગ્યરજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ નામના શખ્સને ઝડપી લીધો છે.