Morbi,તા.25
જાંબુડિયા ગામની સીમમાં આવેલ કારખાનામાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા કોઈ પ્રવાહી પી લેતા હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં બાળકીનું મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જાંબુડિયા ગામની સીમમાં ફોરેન ડેકોર કારખાનામાં રહીને કામ કરતા ધર્મેન્દ્રસિંહ માંગીલાલજી માલવીયાની ૧૯ માસની દીકરી લક્ષ્મી કારખાનામાં રમતા રમતા કોઈ પ્રવાહી પી લેતા સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં સારવારમાં બાળકીનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે