Morbi,તા.25
મોટા દહીંસરા ગામે બઘડાટી બોલી જતા બે પક્ષે સામસામે હથિયારો સાથે મારામારી કરી હતી જેમાં બંને પક્ષે ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને હવે સામાપક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે
સામાપક્ષે માળિયાના મોટા દહીંસરા ગામે રહેતા અજય છગન પરમારે આરોપીઓ મુન્ના હમીર પરમાર, નીલેશ હમીર પરમાર, વિજય હમીર પરમાર, અશોક હમીર પરમાર, હમીર ભોજા પરમાર, નીમુબેન હમીર પરમાર અને પ્રવિણાબેન નીલેશ પરમાર એમ સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ અને ફરિયાદીને વડીલોપાર્જિત જમીન પ્લોટ બાબતે જુનું મનદુઃખ ચાલતું હતું જેનો ખાર રાખી આરોપીઓએ મંડળી રચી હથિયારો જેવા કે ધોકા, લોખંડ પાઈપ લઈને આવી ફરિયાદી અજયને તેમજ અન્યને માથામાં, શરીરે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી અશોક પોતાની કાર એકદમ ચલાવી દોડાદોડી થતા કાનજીભાઈ સાથે ગાડી ભટકાઈ જતા શરીરે ઈજા પહોંચી હતી અને ફરિયાદી અજયના બાઈકને નુકશાન કર્યું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે