Morbi,તા.25
લતીપર ચોકડી ઓવરબ્રિજ પર એકટીવા અને મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકટીવા ચાલકને ઈજા પહોંચી હતી તો બાઈક ચાલકનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા મયંક લલીતભાઈ ભાલોડીયાએ બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે બાઈક જીજે ૩૬ એએમ ૫૭૮૬ ના ચાલક અનવર સીદીક સરવર્દી રહે ટંકારા વાળાએ પોતાનું બાઈક પુરઝડપે ચલાવી ટંકારા લતીપર ચોકડી ઓવરબ્રિજ પર ફરિયાદીના એકટીવા સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં એકટીવા ચાલક ફરિયાદી મયંકભાઈને ઈજા પહોંચ હતી અને બાઈક ચાલક અનવર સીદીક સરવર્દીને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે