Junagadh,તા.૨૫
જૂનાગઢનાં રંગપુરમાં ૨૧ વર્ષીય યુવતી સાથે ગામનાં જ યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી દોઢ વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો હતો. યુવતીએ પોલીસ સ્ટેશનમાં પરિણીત યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા કમર કસી છે.
જૂનાગઢ જીલ્લાનાં રંગપુર ગામમાં ૨૧ વર્ષીય યુવતી સાથે ગામનાં જ યુવકે દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસ ફરિયાદ મુજબ પરણિત આરોપી પુનિત દેશા બાબરીયા યુવતીને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. આરોપી પુનિત દોઢ વર્ષ સુધી યુવતીની કિંમતી જીંદગી સાથે રમતો રહ્યો હતો. ત્યારબાદ યુવતીને તરછોડી દેતા પીડિતાએ ફરિયાદન નોંધાવી છે. યુવકે યુવતીને કહ્યું કે મારી પત્ની છૂટાછેડા આપશે એટલે લગ્ન કરીશ. આરોપી પુનિત બાબરીયાએ યુવતી સાથે મૈત્રી કરાર પણ કર્યા હતા. હાલ પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝબ્બે કરવા કમર કસી છે.
ભારતમાં, બળાત્કારએ કાયદા દ્વારા સજાપાત્ર ગંભીર ગુનો છે, જેમાં ઓછામાં ઓછી ૧૦ વર્ષ થી લઈને મહત્તમ આજીવન કેદ સુધીની સજા અથવા અમુક કિસ્સાઓમાં મૃત્યુદંડ પણ થઈ શકે છે. ચોક્કસ સજા ગુનાની વિગતો અને સંજોગો પર આધાર રાખે છે, જેમાં પીડિતાની ઉંમર અને શું કોઈ ઉશ્કેરણીજનક પરિબળો હતા તેનો સમાવેશ થાય છે.