હાલમાં પોલીસ બધાની પૂછપરછ કરવામાં આવી છે અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે
Ahmedabad, તા.૨૬
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. આજે વહેલી સવારે ૩ વાગ્યાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, ઝોન ૬ અને હેડક્વાર્ટરની ટીમો સાથે મળીને, અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઇમિગ્રન્ટ્સને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશનનું આયોજન કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન, ૪૦૦થી વધુ શંકાસ્પદ ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ પાસે ૪૫૭ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો વસતા હોવાની આધારભૂત માહિતીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધર્યુ હતું. નાઈટ કોમ્બિંગ કરી ઘર તપાસી ગેરકાયદે વસવાટ કરતા લોકોની અટકાયત કરી મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરી બધાનાં નિવેદન લેવામાં આવ્યા હતી.સુરત શહેરમાં ૧૦૦થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી લોકોની અટકાયત કરવામાં આવી હતી. શહેર પોલીસે તમામને રિંગ રોડ ખાતે ભેગા કરીને ક્રોસ વેરિફિકેશન કર્યું હતું. સુરત શહેર પોલીસે છ ટીમો બનાવીને, ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિત શહેરના ઘણા વિસ્તારોમાંથી ૧૦૦થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી. હાલમાં પોલીસ બધાની પૂછપરછ કરવામાં આવી છે અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. આ લોકોએ આધાર કાર્ડ પણ બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે.