Morbi,તા.26
આગામી ૧ મેંના રોજ ગુજરાત સ્થાપના દિવસે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીની અસ્મિતા કાર્યક્રમ અંતર્ગત રાસ ગરબા, એક પાત્રીય અભિનય, સોલો ડાંસ, ગાયન અને વાદ્યન સ્પર્ધા યોજાશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૦૧ ને ગુરુવારે સાંજે ૬ કલાકે કેસરબાગ મોરબી ખાતે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે યુવાઓમાં ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે રસ અને ગૌરવ જાગૃત કરવાના ઉદેશ્યથી મોરબીની અસ્મિતા કાર્યક્રમ યોજાશે જેમાં રાસ ગરબા, એક પાત્રીય અભિનય, સોલો ડાંસ, ગાયન અને વાદ્યન સ્પર્ધા યોજાશે જે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ ૨૦૦૦ અને દ્વિતીય ક્રમે વિજેતાને રૂ ૧૦૦૦ અને તૃતીય ક્રમને ૫૦૦ ઇનામ આપવામાં આવશે સ્પર્ધામાં ભાગ લેવા માટે પોસ્ટરમાં આવેલ સ્કેનર સ્કેન કરી રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે