કીચ આર્કીટેક્ચર ને 1.17 લાખ વળતર ચૂકવવામાં કસુર ઠરે તો વધુ છ માસની સજા
Rajkot,તા.26
શહેરમાં આર્કિટેક્ચર નામની પેઢી પાસેથી ખરીદ કરેલા માલ સામાન પેટે આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનામાં અમદાવાદ ના રાજેશ મિસ્ત્રીને એક વર્ષની સજા અને એક મુજબ રૂપિયા 1.17 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં આવેલી કીચ આકીટેક્ચર નામની પેઢી પાસેથી અમદાવાદના રાજેશ સોમાભાઈ મિસ્ત્રી નામના વેપારીએ માલ સામાનની ખરીદી કરેલી હતી. જે રકમ ચૂકવવા 1.17 લાખનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાંથી વગર વસુલાતે ભરત હતા કાયદાકીય જોગવાઈ મુજબ અમદાવાદના રાજેશ મિસ્ત્રીને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે પેટી તેમના કર્મચારી મારફતે રાજકોટની ફોજદારી અદાલતમાં નેગોસીએવલ એક હેઠળ ફરિયાદ દાખલ કરી હતી જે ફરિયાદમાં અમદાવાદના રાજેશ મિસ્ત્રીને સમન્સ ઇસ્યુ કરવામાં આવેલો અને આરોપી તેમના વકીલ મારફતે હાજર રહેલા હતા.આરોપીની સામે આ કેસ ચાલી જતાં ફરીયાદી તરફે રજુ કરવામાં આવેલ લેખિત મૌખિક દલીલ અને લેખિત પુરાવાઓને ધ્યાને લઈ અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂા. ૧,૧૭,૮૨૪/- વળતર ચુકવવાનો હુકમ કરેલો છે. જો આરોપી વળતરની રકમ ચુકવવામાં કસુર ઠરે તો વધુ છ મહીનાની સજાનો હુકમ આરોપી વિરૂધ્ધ ફરમાવેલો છે.આ કામના ફરીયાદી તરફે રાજકોટના સિનિયર એડવોકેટ જી. આર. ઠાકર , ગાર્ગીબેન ઠાકર , જે. બી. રાઠોડ , મિલનભાઈ દુધાત્રા , કૃપાલ ઠાકર , જીંકલ રામાણી અને એ. જી. ઠાકર રોકાયેલ હતા.