માતાના ઘરનો સામાન લેવા ગયેલી દીકરીના ઘરમાં પડ્યું “ખાતર “
Rajkot,તા.28
શહેર ગાયકવાડી એપાર્ટમેન્ટમાં બે દિવસ માટે બંધ રહેલા ફ્લેટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ ની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે, આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ગાયકવાડી શેરી માં રહેતા સોનલબેન ઉદયભાઇ ગોરધનભાઈ પીઠડીયા દરજી પરિવાર સાથે જામનગર રહેતા તેમની માતા ના બંધ ઘરમાંથી સામાન લેવા ગયા હતા તે દરમિયાન ૨૫/૪ ના રોજ ચોરી થઈ હતી.સોનલબેન પરિવાર સાથે ભાવનગર ગયા તે દરમિયાન તેમના પડોશમાં રહેતી મહિલાએ સોનલબેન ને જાણકારી આપી હતી કે તમારા ફ્લેટનો દરવાજો ખુલ્લો છે, સોનલબેને તાત્કાલિક તેમની દેરાણી ને તપાસ કરવાનું કહેતા તપાસ કરતા માલુમ પડેલ કે ઘરમાં ચોરી થઈ છે, ઘરમાંથી કબાટ ની તિજોરીમાં રાખેલ સોનાના દાગીના, ચાંદીની વસ્તુ અને રોકડ સહિત ૪૪,૫૦૦ ની મતા તસ્કરો લઈ ગયા નું બહાર આવતા સોનલબેન ની ફરિયાદ ને લઈને પ્ર. નગર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી પીએસઆઇ બીજે રાણીગા એ તપાસ હાથ ધરી છે