જિલ્લા પોલીસવડાને લતાવાસીઓ દ્વારા અપાયું આવેદન પત્ર
Rajkot,તા.28
મેટોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શ્રીનાથજી સોસાયટી માં રહેતા નિવૃત્ત આર્મી મેન રાજાભાઈ બાવનજીભાઈ રાઠોડના ઘર પાસે રહેતા યાગ્નિક ભાઈ ના ઘરે પુત્રના જન્મદિવસે ડીજે વગાડતા આથી ડીજે વગાડનાર પરિવારને નિવૃત્ત આર્મી મેન રાજાભાઈ બાવનજીભાઈ રાઠોડ ઠપકો આપતા તેમના ઘર પર હુમલો અને રાજાભાઈ રાઠોડ ને ઇજાગ્રસ્ત કર્યાના બનાવવામાં શ્રીનાથજી પાર્ક સોસાયટીના નાગરિકોએ સાથે મળી રાજકોટ ગ્રામ્ય એસ.પી હિમકર સિંહ ને આવેદનપત્ર પાઠવી નિવૃત્ત આર્મીમેન રાજાભાઈ બાવનજીભાઈ રાઠોડ ના ઘર પર હુમલો કરનારાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.