16 વર્ષના કિશોર મિત્રની મદદથી કાકાની પુત્રીને અવારનવાર હવસનો શિકાર બનાવનાર બન્ને તરુણને સકંજામા લીધા
Rajkot,તા.01
શહેરના મોરબી રોડ ઉપર રહેતી ધો.૫માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની સગા કાકાની પુત્રી ઉપર ૧૬ વર્ષના સગીર અને તેના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભાઈ અને તેના મિત્રના દૂષ્કર્મનો ૧૪ વર્ષની સગીરા ગર્ભવતી બનતા મામલો સામે આવ્યો હતો અને આ મામલે પરિવારને જાણ થતા બી-ડિવીઝન પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને તરુણને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર કિશોરીની ઉંમર 12 વર્ષ છે. થોડા દિવસો પહેલાં તે માતા-પિતા સાથે મહારાષ્ટ્રમાં રહેતાં મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી. બીજા દિવસે તેના પેટમાં દુઃખાવો ઉપડતાં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. તે વખતે તબીબે તેના પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાનું કહેતાં તેના માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.પરિવારજનોએ બાળકીની પૂછપરછ કરતાં તેના પાડોશમાં રહેતાં તરૂણનું નામ આપ્યું હતું. જેથી બાળકીની માતાએ તરૂણ વિરૂધ્ધ મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્ર પોલીસે 0 નંબરથી ફરિયાદ નોંધી બી-ડિવીઝન પોલીસ તરફ મોકલી આપી હતી. જેના આધારે પીઆઈ એસ.એસ. રાણેએ તપાસ શરૂ કરી હતી.પોલીસે ભોગ બનનાર બાળકીની પૂછપરછ કરતાં તેણે એક નહીં પરંતુ બે-બે તરૂણે તેની ઉપર દૂષ્કર્મ ગુજાર્યાનું જણાવ્યું હતું. જેમાંથી એક તરૂણની ઉંમર 16 વર્ષ આસપાસ છે. જયારે બીજા તરૂણની ઉંમર 13 વર્ષની આસપાસ છે. 16 વર્ષનો તરૂણ ભોગ બનનાર બાળકીનો નજીકનો સંબંધી છે. તેણે ભોગ બનનાર બાળકીને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેના કારણે ભોગ બનનાર બાળકીએ તેનું નામ માતા-પિતાને જણાવ્યું ન હતું.જયારે ભોગ બનનાર બાળકીનો જે નજીકનો સંબંધી છે તેણે 6થી 7 વખત દૂષ્કર્મ ગુજાર્યાનું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ભોગ બનનાર બાળકીએ પોલીસને જણાવ્યું કે તેના માતા-પિતા જયારે કામ પર જતાં ત્યારે તેનો નજીકનો સંબંધી તરૂણ ઘરે આવી તેની ઉપર દૂષ્કર્મ ગુજારતો હતો. જયારે તેના સંબંધી તરૂણના મિત્રએ ગત નવરાત્રિ દરમિયાન એક વખત દૂષ્કર્મ ગુજાર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર બાળકીની માતાએ બીજા લગ્ન કર્યા છે. ભોગ બનનાર બાળકી તેની આગલા ઘરની પુત્રી છે.