મોડી રાત્રે હોટલે ચા પીવા જતા યુવકનું રોંગ સાઈડમાં આવેલી મોટરે ઠોકરે ચડાવી દૂર સુધી ઢસડયો
Rajkot,તા.01
હિટ એન્ડ રન… પડધરી નજીક મોડી રાત્રે પગપાડે જતા ખેત મજુર ને રોંગ સાઈડમાં ધસી આવેલી સ્કોરપીઓ કારે હડફેટે લઈ દૂર સુધી ઢસડી ગંભીર રીતે ઇજા કરતા યુવકનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ પડધરી પોલીસ મથકની હદમાં આવેલ ન્યારા પાટિયા નજીક ગઈકાલે રાત્રે ૧૦/૩૦ વાગે દેશી ભાણું હોટલ સામે ચાલીને ચા પીવા જતા મૂળ પેટલાદ ના અને દેશી ભાણું હોટલના માલિક નારણભાઈ ની વાડીએ ભાગ્યું રાખી રહેતા જીતુભાઈ મોહનભાઈ કોળી ‘૩૧”મોડી રાત્રે ચા પાણી પીવા જતો હતો ત્યારે સામેથી રોંગ સાઈડમાં ધસી આવેલી સ્કોરપીઓ નં, જી જે ૦૩૬ એ એલ ૦૦૫૬ એ જીતુભાઈ કોળી ને ટક્કર મારી દૂર સુધી ઢસડી ગંભીર ઇજા કરતા બેભાન અવસ્થામાં રાજકોટ સિવિલ માં દાખલ કરવામાં આવતા મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગે પડધરી એએસઆઈ કે કે ગઢવીએ તપાસ હાથ ધરી છે