ગ્રાહકના સ્વાંગમાં આવેલ શખ્સ રૂ. 1.47 લાખનું એપલ કંપનીનું લેપટોપ ઉઠાવી જતાં સીસીટીવીના આધારે શોધખોળ
Rajkot,તા.01
શહેરના કુવાડવા રોડ પર આવેલ ક્રોમા એન્ટરપ્રાઇઝમાંથી ગઠિયો લેપટોપ ઉઠાવી ગયાનો બનાવ સામે આવ્યો છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલો શખ્સ એપલ કંપનીનું રૂ. 1.47 લાખનું લેપટોપ પેન્ટના નેફામાં નાખી રફફુચક્કર થઇ જતાં બી ડિવિઝન પોલીસે ગઠીયાની સીસીટીવીના આધારે શોધખોળ શરૂ કરી છે. સાધુ વાસવાણી રોડ પર શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતા અને કુવાડવા રોડ પર ડી-માર્ટ મોલ પાસે ક્રોમા એન્ટરપ્રાઇઝમાં મેનેજર તરીકે નોકરી કરતા સુમિતકુમાર રમેશભાઇ ચલ્લા(ઉ.વ.33)એ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ ક્રોમા એન્ટરપ્રાઇઝ ઇલેક્ટ્રૉનીક સ્ટોરમાં સ્ટોક ઓડીટ કરવા ક્રોમા કંપનીના કર્મચારીઓ આવેલ આ દરમ્યાન બપોરના બાર વાગ્યાની આસપાસ ક્રોમા એન્ટપ્રાઇઝમાં એપલ કંપનીના બ્રાન્ડ સ્ટાફ તરીકે કામ કરતાં કર્મચારી પ્રતીકભાઈ જોષીએ મને જણાવેલ કે ગઇ તા.૨૩/૦૪/૨૦૨૫ ના બારથી સાડા બાર વાગ્યાની વચ્ચે મે એપલ કંપનીનું મેકબુક પ્રો ૧૪ લેપટોપ જેની કિંમત રૂ. 1,47,383 એપલના ટેબલ પર અપડેટ કરવા માટે રાખેલ હતુ અને આ લેપટોપ પર સિક્યુરેટી લગાડેલ ન હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, સ્ટોરમાં રહેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતાં તા.૨૩/૦૪/૨૦૨૫ ના રોજ દોઢ વાગ્યાની આસપાસ અમારા સ્ટાફ અલગ અલગ કામમાં રોકાયેલ હતા ત્યારે એક અજાણ્યો શખ્સ ખરીદી કરવાના ઇરાદે સ્ટોરમાં પ્રવેશ કરી લેપટોપ પોતાના પેન્ટના નેફામાં નાખી ચોરી કરતો જોવામાં આવેલ છે. જે બનાવ અનુસંધાને કંપનીના મેનેજમેન્ટને જાણ કરેલ હતી અને તેઓની મંજુરી મેળવ્યા બાદ મેનેજરે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે બી ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીતીવીના આ