Washington,તા.૨
ટ્રમ્પ વહીવટીતંત્રમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્ઝનું વ્હાઇટ હાઉસ છોડવાનું નિશ્ચિત છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્ઝને રાષ્ટ્રીય સુરક્ષા માહિતી લીક કરવાના દોષી ઠેરવવામાં આવ્યા છે. તેથી, તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન સ્ટાફમાં આ પહેલો મોટો ફેરફાર છે. તમને જણાવી દઈએ કે માઈક વોલ્ટ્ઝ માર્ચમાં ત્યારે કડક તપાસના ઘેરામાં આવી ગયા જ્યારે એવું બહાર આવ્યું કે તેમણે પત્રકાર જેફરી ગોલ્ડબર્ગને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ સિગ્નલ પર એક ખાનગી ’ટેક્સ્ટ ચેઈન’માં ઉમેર્યા હતા. એપ પરની આ ’ટેક્સ્ટ ચેઇન’નો ઉપયોગ યમનમાં હુથી આતંકવાદીઓ સામે ૧૫ માર્ચે યોજાનારી સંવેદનશીલ લશ્કરી કાર્યવાહીના આયોજનની ચર્ચા કરવા માટે કરવામાં આવ્યો હતો.
માઈક વોલ્ટ્ઝ ટ્રમ્પના વહીવટ છોડનારા પહેલા સાથીદાર હશે. ટ્રમ્પ બીજી વખત યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા પછી, ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ વોલ્ટ્ઝને દ્ગજીછ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિના અતિ-જમણેરી સાથી લૌરા લૂમરે પણ વોલ્ટ્ઝ પર નિશાન સાધ્યું છે. ઓવલ ઓફિસમાં તાજેતરમાં થયેલી વાતચીત દરમિયાન, તેણીએ ટ્રમ્પને કહ્યું કે તેમણે તેમના એવા સહાયકોને હાંકી કાઢવા જોઈએ જેઓ (લૌરા) માને છે કે તેમના “મેક અમેરિકા ગ્રેટ અગેઇન” એજન્ડા પ્રત્યે પૂરતા પ્રમાણમાં વફાદાર નથી.