સિહોરના ઘાંઘળી ફાટર પર ઓવરબ્રિજનું કામ બે વર્ષ ચાલવાના કારણે નેસડાથી રંગોલી ફાટક થઈ સિહોર માટે બાયપાસ આપવામાં આવ્યું છે. જેના કારણે વાહનચાલકોને આવવા-જવા માટે ૫૦થી ૬૦ કિ.મી. જેટલું અંતર કાપવું પડતું હોય, જ્યાં સુધી ઓવરબ્રિજનું કામ પૂરૂં ન થાય ત્યાં સુધી નેસડા ફાટકને ભારે વાહનો માટે ખોલવાની સિહોરની વિવિધ સંસ્થાઓ, એસોસિયેશને માંગ કરી હતી.દરમિયાનમાં નેસડા જવાના રસ્તા પર રેલવેના લેવલ ક્રોસિંગ નં.૨૦૫-એક્સને બંધ રાખવા માટેની સમયમર્યાદા વધારીને તા.૩૧ જુલાઈ સુધીની કરી આપવા બાબતે એનઓસી માંગવામાં આવ્યું હતું. સિહોર નાયબ કલેક્ટરના અભિપ્રાય સહ રજૂ થયેલાં અહેવાલને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલે નિર્ણય લેતાં જણાવ્યું હતું કે, રેલવેના લેવલ ક્રોસિંગ નં.૨૦૫-એક્સની બાજુમાં આવેલા અંડરબ્રિજની ડિઝાઈનના કારણે તેમાંથી એસ.ટી. બસ, મોટા ટ્રક સહિતના વાહનો સરળતાથી પસાર થઈ શકતા ન હોવાથી ટ્રાફિકની સમસ્યાની શક્યતા વધી હતી.જેનોે આગોતરો ઉકેલ લાવવા માટે જ્યાં સુધી સિહોરથી ઘાંઘળી જતાં રસ્તા પર ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રેલવે પ્રશાસન દ્વારા લેવલ ક્રોસિંગ નં.૨૦૫-એક્સ (રેલવે ફાટક)ને ખુલ્લું રાખવાનું રહેશે તેમજ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ દરખાસ્ત રજૂ થયે એનઓસી આપવા વિચારણાં કરાશે તેવો જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે.નેસડા ફાટક ખોલવાનો નિર્ણય થતાં વાહનચાલકોને રાહત મળી છે.
Trending
- CM ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ મંત્રીઓને કરવામાં આવી ખાતાની ફાળવણી
- Gujarat મંત્રીમંડળ વિસ્તરણ, ૨૬માંથી ૨૧ મંત્રીએ શપથ લીધા
- 18ઓક્ટોબર નું પંચાંગ
- 18 ઓક્ટોબર નું રાશિફળ
- Indian cricket team પર્થના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ પર હજુ સુધી એક પણ વનડે રમી નથી
- Virat Kohli સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે,એક નવો વર્લ્ડ રેકોર્ડ બનશે
- કર્તવ્યકર્મ કરવાથી પાપ-પુણ્ય બાંધતાં નથી
- સત્યનો માર્ગ એ સુખી જીવન માટે રોકાણ છે; જૂઠાણાનું લક્ષ્ય એ દુ:ખી જીવનનો અંત છે