મહુવાના કતપર ગામના પરા, બંદર, લાઈટ હાઉસ અને બીપીએલ આવાસમાં રહેતા મજૂર, માચ્છીમાર પરિવારોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. અધૂરામાં પૂરૂં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીનો પ્રશ્ન વધુ ગંભીર બનતો હોય, ગ્રામજનોએ મહુવાના ધારાસભ્યને રજૂઆત કરી હતી. જેને લઈ ધારાસભ્યએ ગત તા.૧૮-૬-૨૦૨૪ અને તા.૩૧-૧-૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રીને તેમજ તલાટી મંત્રીએ ગત તા.૩૧-૧-૨૦૨૫ના રોજ ધારાસભ્ય સુધી લોકોના પાણીનો પ્રશ્ન પહોંચાડયો હતો. તેમ છતાં આજદિન સુધી પાણીની જટિલ સમસ્યા યથાવત છે. ત્યારે સાગરપુત્ર ગ્રામશ્રમયોગી વિકાસ સહકારી મંડળી લિ.-કતપરના પ્રમુખે કેબીનેટ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી વલી-ભુતેશ્વર જૂથ યોજના સંપથી પરા, બંદર, લાઈટ હાઉસ વિસ્તાર અને બીપીએલ આવાસને પેરેરલ નવી પીવાના પાણીની લાઈન નાંખવાની મંજૂરી આપી છેવાડામાં વસવાટ કરતા ૪૫૦૦થી ૫૦૦૦ જેટલા ગ્રામજનોનો પીવાના પાણીનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરી છે.
Trending
- વ્યાજદરમાં વધુ 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો? RBI ની monetary બેઠકનો પ્રારંભ
- Mumbai માં કસ્ટમ અધિકારી રૂા.10 લાખની લાંચ લેતા ઝબ્બે
- લંડન બાદ હવે New York ના મેડમ તુસાદ મ્યુઝીયમમાં બાબા રામદેવનું સ્ટેચ્યુ મુકાયુ
- Delhi માં મહિલા સાંસદને ચેઈન સ્નેચર ભટકાઈ ગયો : મંગળસૂત્ર આંચકી ફરાર
- સાચો ભારતીય આવુ કહી શકે નહી : Rahul Gandhi ને સુપ્રીમની ફટકાર
- Shashi Tharoor ની કોહલીને અપીલ:’કરોડો ક્રિકેટ ચાહકો ઈચ્છે છે વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફરે’
- Gujarat ના રક્ષકોના શૌર્યનું સન્માન,રાજ્યના 118 પોલીસ અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત
- Prayagraj માં રસ્તા, ઘર અને ઘાટ ડૂબી ગયા,યુપીના 17 જિલ્લાઓમાં પૂર