Vadodara,તા.03
પહેલગામમાં ત્રાસવાદી હુમલાબાદ ભારતભરમાં પાકિસ્તાન માટેની નફરત વધી રહી છે યુદ્ધ થશે કે નહીં તે અંગે પણ અટકળો થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં ફરી એકવાર ફતેગંજ કલ્યાણ નગરની પાસે પાકિસ્તાનના ધ્વજ પર ‘પાકિસ્તાન મુર્દાબાદ’નું લખાણ લખી રસ્તા પર લગાડી ત્રાસવાદનો વિરોધ કર્યો છે.
ભારતભરમાં ત્રાસવાદી હુમલાનો વિરોધ શરૂ થયો છે વડોદરામાં હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા પણ કાશ્મીરમાં થયેલા ત્રાસવાદી હુમલાનો વિરોધ કરતા દેખાવો શરૂ થયા હતા અને પાકિસ્તાન ત્રાસવાદ માટે જવાબદાર હોવાથી લોકો પાકિસ્તાન પર ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે બે દિવસ અગાઉ કારેલીબાગ વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પર પાકિસ્તાનના ઝંડા ચિપકાવી વિરોધ શરૂ કર્યો હતો. ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી રસ્તા પર લગાવેલા પાકિસ્તાની ઝંડાઓ હટાવી દેવામાં આવ્યા હતા.