Jamnagar,તા.03
જામનગર નજીક નાઘેડી ગામમાં એક રહેણાક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે પંચકોષી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડી સાત સ્ત્રી-પુરુષોને ઝડપી લીધા છે, અને રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગર નજીક નાઘેડી ગામમાં રહેતા કારાભાઈ અરશીભાઈ કારાવદરા નામના શખ્સના રહેણાક મકાનમાં બહારથી સ્ત્રી પુરુષો એકત્ર થઈને જુગાર રમવા માટે આવ્યા છેઝ તેવી બાતમી પરથી ગઈકાલે સાંજે પંચકોષી બી. ડિવિઝનના પી.આઈ. વી.જે.રાઠોડ અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન સાત સ્ત્રી પુરુષો જુગાર રમતાં મળી આવ્યા હતા.
આથી પોલીસે મકાન માલિક કારાભાઈ અરશીભાઈ કારાવદરા, વિક્રમસિંહ વીરાજી વાઢેર, કાનાભાઈ હાજાભાઇ ભાટિયા, તેમજ ગીતાબા નટુભા જાડેજા, ઉષાબેન કનુભાઈ ચૌહાણ, નંદુબેન કાનાભાઈ ભાટીયા, અને અજાઇ બેન જગાભાઈ ડાંગર સહિત 7 જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 15,740 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.