મિત્રના મોબાઇલમાં યુવકની બહેન નો ફોટો ડીલીટ કરવા ના મામલે કાકા ભત્રીજા પર હુમલો, છ શખ્સો સામે નોંધાતો ગુનો
Rajkot,તા.04
શહેરના 150 ફૂટ રીંગ રોડ 2 વડાલી – લાપાસરી ચોકડી પાસે આવેલી કૃષ્ણજીત હોટલના ગ્રાઉન્ડમાં મિત્ર ની બહેનના ફોટા યુવકના મોબાઇલમાં મળી આવતા જે બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા છ શખ્સોએ કાકા ભત્રીજા પર છરી વડે હુમલો કર્યા અંગેની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી છૂટેલા 6 શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરના કોઠારીયા મેન રોડ ક્રિષ્ના ચોર પાસે સીતારામ સોસાયટીમાં રહેતા હાર્દિક હિતેશભાઈ ખાતરીયા નામના યુવાને અતુલકાના ચાવડા હાર્દિક ગોસ્વામી સતીશ આહિર જયદીપ ઉર્ફે જેથી ગોસ્વામી અને જય ગોસ્વામી એ માર માર્યા અંગેની આજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હાર્દિક ગોસ્વામી અને ફરિયાદી હાર્દિક ખાટરીયા મને મિત્રો હોય અને હાર્દિક ગોસ્વામી ના મોબાઇલમાં ફરિયાદી હાર્દિક ખાટરીયાના બહેનના ફોટા હોય જે અંગે ફરિયાદી હાર્દિક ખાટરીયા એ અને તેના કાકા ઉદયભાઇએ મોબાઇલ માંથી ફોટા ડીલીટ કરવાનું કહેતા હાર્દિક ચાવડા અને હાર્દિક ગોસ્વામી ઉસકેરાઈ જઈ અતુલ ચાવડા ઉશ્કેરાઇ ગયેલ અને મારા કાકા ઉદયને કહેવા લાગેલ કે એક હાથે તાલી ન વાગે તુ આ હાર્દીક ગૌસ્વામીને કાંઇ નો કહેતો તેમ કહી તેમને જેમફાવે તેમ ગાળો દેવા લાગેલ અને તેમણે ગાળો દેવાની ના પાડતા આ અતુલ તથા હાર્દીક ગોસ્વામી મારા કાકા ઉદયભાઈ સાથે ઝપાઝપી કરવા લાગેલ અને તેઓને શરીરે ઢીકાપાટુનો માર મારવા લાગેલ જેથી હું તથા મારા કાકા કુલદીપ આ ઉદયભાઈને છોડાવવા વચ્ચે પડતા ત્યાં રહેલ અતુલનો પિતરાઈ ભાઇ પરેશ ડવ પણ ઉદયભાઈને શરીરે આ દરમ્યાન હાર્દીક ગોસ્વામીએ તેના પેન્ટના નેફામાં રહેલ છરી કાઢી મને મારા ડાબા હાથે છરી મારી દીધેલ અને મને લોહી નીકળતા આ લોકો ત્યાથી જવા લાગેલ અને જતા જતા આ અતુલ તથા હાર્દીક ગોસ્વામી તથા તે નો ભાઈ જય ગોસ્વામી ત્રણેય જણા કહેતા ગયેલ કે આજે તો તમે બચી ગયા છો. બીજીવાર તમને જીવતા નહીં છોડીએ.તેમ કહી ત્યાંથી જતા રહેલ હતા, બાદ મને મારા કાકા કુલદીપભાઇ તેઓના એક્ટીવામાં બેસાડી ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ આવતા મને અહીં દાખલ કરેલ છે. આજીડેમ પોલીસ છે પાંચે શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે