ગ્રામ પંચાયતના કુવે પાણી ભરવા જતી પનિહારીની બે મિત્રએ ટિપ્પણી કરતા મારામારી સર્જાય
Chotila ,તા.04
ચોટીલા પોલીસ મથક ની હદમાં આવેલ સુરજદેવળ ગામે ગઈકાલે સાંજે ગ્રામ પંચાયતના કુવે પાણી ભરવા જતી બાબતે પનિહારીની બે મિત્રએ ટિપ્પણી કરતા દેવીપુજક ના બે જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારી માં ઘાયલ બંને જૂથના બે લોકોને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સુરજ દેવળ ગામે રહેતા અને ખેત મજૂરી કરતા કાળુભાઈ દેવશીભાઈ માથાસુરીયા ૫૦ ઘેર હતા ત્યારે ગામના જ રમેશ વેરશી, અશ્વિન ધનુભાઈ, અને તેના સાગરીતો એ કાળુભાઈ ના ઘેર આવી મોટરસાયકલ ના ચેન ચક્કર અને લોખંડના પાઈપથી હુમલો કરીઘાયલ કરતા પ્રથમ ચોટીલા અને ત્યારબાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, આ બનાવ અંગે લાભુબેને જણાવ્યું હતું કે રમેશ અને તેના મિત્રો ગ્રામ પંચાયતના કુવે પાણી ભરવા જતી મહિલાઓની મશ્કરી કરતા હોય અને તેને ઠપકો આપતા લાજવાના બદલે ગાજ્યા હોય તેમ હુમલો કર્યો હતો.સામા પક્ષે રમેશ વેરશીભાઈ માથાસુરિયા ૫૦ મારામારીમાં ઇજાગ્રસ્ત હાલતમાં દવાખાને સારવાર માટે દાખલ થયા છે તેમના પુત્ર અશોકભાઈએ એવી વિગત આપી હતી કે સામેવાળા કાળુભાઈ કરસનભાઈ અને તેના સાગરી તો એ વિના કારણે મહિલાઓની મશ્કરીનો આક્ષેપ કરી મોટરસાયકલ ના ચેન્ ચક્કરથી હુમલો કરી બીજા કર્યા ફરિયાદ કરી છે બંને પક્ષે ગવાયેલાઓને સિવિલમાં સારવાર અપાઈ રહી છે આ અંગે ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી છે