Morbi,તા.04
સર્કીટ હાઉસ રોડ પાસે આવેલ કોમ્લેક્ષના ત્રીજા માળે આવેલ સ્પામાં બહારથી રૂપલલનાઓ બોલાવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ, મોબાઈલ સહીત ૧૩,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સર્કીટ હાઉસ રોડ પર વિકાસ ચેમ્બરના ત્રીજા માળે આવેલ સનમુન સ્પામાં કૂટણખાનુ ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્પા સંચાલક ભાવેશ સદાશિવ ખમકાર અને રાહુલ વિનોદ સોલંકી એમ બે ઇસમોને ઝડપી લીધા હતા બંને આરોપી પોતાના સ્પામાં મહિલાને બોલાવી ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન અને સગવડ પુરા પાડતા મળી આવ્યા હતા જેથી બંને ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૩૫૦૦, ૨ મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર અને ૦૪ કોન્ડોમ સહીત કુલ રૂ ૧૩,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની ૧૯૫૬ ની કલમ ૩ (૧), ૪, ૫(૧) (એ) , ૫ (૧)(ડી), ૬ (૧) (બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે