Morbi,તા.04
ગ્રીન ચોક પાસે મોબાઈલમાં વાતચીત કરી આઈપીએલની મેચ પર હારજીત અને રનફેરનો ક્રિકેટ સટ્ટો રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ અને મોબાઈલ સહીત ૫૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો એક આરોપીના મોબાઈલ નંબર ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગ્રીન ચોક પાસે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપી હુસેન વાલીમામદ સેખાને આઈપીએલ ટી ૨૦ મેચ પર હારજીત અને રનફેર પર રૂપિયાની હારજીતનો જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૮૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૫૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી એક મોબિલ નંબર પર સોદા લખાવી સટ્ટો રમતો હોવાનું ખુલ્યું હતું જેથી અન્ય આરોપીના મોબાઈલ નંબરને આધારે વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ ચલાવી છે