Morbi,તા.04
પંચાસીયા ગામના રહેવાસી દંપતી વચ્ચે ઝઘડો થયો હતો પત્નીએ ઘરની ચીજવસ્તુ લેવા માટે પૈસા માંગતા પતિએ લાકડી વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના રહેવાસી મનીષાબેન દિલીપભાઈ ચૌહાણ નામની ૨૯ વર્ષની પરિણીતાએ આરોપી પતિ દિલીપ પ્રેમજી ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૧ ના રોજ સવારના સુમારે મનીષાબેને ઘરની ચીજવસ્તુ લેવા માટે પૈસા માંગતા આરોપી પતિ દિલીપભાઈને સારું નહિ લાગતા લાકડી વડે હાથ પગ અને કમરના ભાગે મુંઢ ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે