એક નાનકડી છોકરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં તે પગથી નહીં પણ હાથથી સીડીઓ ઉતરી રહી છે
Gorakhpur, તા.૪
ભારતમાં એટલું ટેલેન્ટ છે કે તમે અંદાજ પણ નહીં લગાવી શકો. માત્ર તે ટેલેન્ટને શોધવાની જરૂર છે. હાલમાં એક બાળકી એ આ વાતને સાબિત કરી દીધી. આ બાળકી એ પગથી નહીં, પરંતુ હાથથી ચાલીને ૭૨ સીડીઓ ઉતરીને બતાવ્યું અને સૌને ચોંકાવી દીધા. બાળકી ખૂબ જ સરળતાથી ૫૦ ફૂટની ઊંચાઈ પાર કરી ગઈ અને સરળતાથી કહ્યું કે આ તો તેનું રોજનું રુટિન છે!
ઇન્સ્ટાગ્રામ યુઝર મીઠી ગોરખપુરની રહેવાસી છે. તે એક ટેલેન્ટેડ માર્શલ આર્ટ્સ પ્લેયર છે. તે ઘણીવાર પોતાની પ્રેક્ટિસના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. તેને ૯૫ હજાર લોકો ફૉલો કરે છે.
તાજેતરમાં તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે પોતાના બંને હાથોને પગની જેમ ઉપયોગ કરીને સીડીઓ ઉતરતી નજરે પડે છે. કમાલની વાત એ છે કે તે ૧-૨ નહીં, પરંતુ પૂરી ૭૨ સીડીઓ ઉતરી રહી છે.
મીઠી હજી બાળકી છે. તેમ છતાં તેની ઉંમર વિશે માહિતી નથી, પરંતુ જોતા તે ૧૨-૧૩ વર્ષથી વધુ મોટી નથી લાગતી. આ વીડિયોમાં મીઠી એ કહ્યું કે, તે ૫૦ ફૂટની ઊંચાઈથી હાથોથી સીડીઓ ઉતરશે. તે એક પાણીની ટાંકી પર ઊભી છે. પછી તે બંને હાથોથી સીડીઓ ઉતરવા લાગે છે. સાથે-સાથે તે સીડીઓ પણ ગણતી જાય છે. અંતે તે ૭૨ સીડીઓ ઉતરીને બિલકુલ સામાન્ય રીતે નીચે જઈને ઊભી રહે છે.
બાળકીના આ વીડિયોને ૯૭ લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે જ્યારે ઘણા લોકોએ કમેન્ટ કરીને પોતાના રિએક્શન આપ્યા છે. એકે કહ્યું કે બાળકીનું ટેલેન્ટ અદ્ભુત છે. તો એકે કહ્યું- અમને તમારા પર ગર્વ છે! એકે કહ્યું કે બાળકી એ ખૂબ હિંમત બતાવી છે. જ્યારે કેટલાક લોકો આ કૌશલ્યમાં પણ ખામીઓ શોધી રહ્યા છે.