Morbi,તા.05
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું ૯૫.૪૦ ટકા જેટલું સારું પરિણામ જોવા મળી રહ્યું છે જોકે સામાન્ય પ્રવાહના પરિણામમાં મોરબી જીલ્લો રાજ્યમાં ટોપ ૩ માંથી બહાર જોવા મળે છે
આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં મોરબી જીલ્લાનું કુલ પરિણામ ૯૫.૪૦ ટકા રહ્યું છે જીલ્લામાં ૧૯૧ વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ, ૧૦૬૪ વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મોરબી જીલ્લાનું ૯૫.૪૦ ટકા જેટલું ઝળહળતું પરિણામ આવવા છતાં ટોપ ૩ માં સ્થાન મળ્યું નથી