રૂ 1.14 કરોડ 6 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આઇસ ફેક્ટરીના રસિક પટેલને હુકમ
Rajkot,તા.05
વિદેશ સ્થિત મહિલાસંબંધી પાસેથી ધંધાના વિકાસ માટે લીધેલી રકમ વસૂલવા મહિલાએ કરેલો દાવો મંજૂર કરી રૂપિયા 1.14 કરોડ 6 ટકાના વ્યાજ સાથે ચૂકવવા સિવિલ કોર્ટે આઇસ ફેક્ટરીના માલિકને હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના વતની અને હાલ વિદેશ સ્થાયી થયેલા કૌશલ્યાબેન ગિરધરભાઈ ગોહિલ નામની મહિલાએ પોતાના બહેનપણીના ભાઈ અને શહેરના ઢેબર રોડ સાઉથમાં આવેલી આઈસ ફેક્ટરીના માલિક રસિકભાઈ વાઘજીભાઈ પટેલને આર્થિક જરૂરિયાત ઉપસ્થિત થતા ધંધામાં પ્રોફિટ આપવાની લાલચ આપી વર્ષ 2000માં અને 2001માં મદદ કરેલી, પાર્ટ પેમેન્ટ માટે આપેલ રૂા. ૬૧ લાખનો ચેક પણ ડિસઓનર થયેલ. જેથી કૌશલ્યાબેન ગોહિલે સિવિલ કોર્ટમાં સને-૨૦૦૪માં ફરિયાદ દાખલ કરી હતી. રાજકોટ કોર્ટમાં વસુલાત માટે દાવો દાખલ કરેલ. ચેક ડિસઓનરના કેસમાં સજાનો દિવસ નજીક આવતા આરોપી – ચેકની રકમ ભરપાઈ કરી દીધેલ. સિવિલ કોર્ટમાં ચાલી રહેલ દાવામાં કોર્ટે વાદી કૌશલ્યાબેન ગીરધરલાલ ગોહિલનો કેસ માન્ય રાખી ઠરાવેલ છે. વાદી ૬૯.૯૪ લાખ તથા ૩૮.૨૫ લાખ દાવાની તારીખથી વસુલાત સુધી ૬ %ના વ્યાજ સાથે અને રૂા. ૨૫,૦૦૦ ના ખર્ચ સાથે વાદી વસુલવા હકકદાર છે. ચેક મુજબની જે રકમ ચુકવાયેલ હોય તે પ્રમાણે વ્યાજની રકમ એડજસ્ટ કરવાની રહેશે. તેવું ઠરાવેલ છે.આ કામમાં વાદી વતી એડવોકેટ વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, પ્રકાશ બેડવા, ફાતેમાં ભારમલ વિગેરે વકીલ તરીકે રોકાયા હતા.