સાયલા પાસે લકઝરી બસની ઠોકરે બાઇક ચાલકનું મોત નીપજતા પરિવારે વળતર મેળવવા દાદ માંગી હતી
Botad,તા.05
સાયલના ફુલગ્રામ પાસે અકસ્માતમા મૃત્યુ કેસમાં અદાલતે ખાનગી બસની વીમા કંપનીએ મૃતકના વારસદારોને વ્યાજ સહિત રૂ.80 લાખનું વળતર એક માસમાં ચૂકવી આપવા કોર્ટે હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ બોટાદ જીલ્લાના પીપળીયા ગામના મહેન્દ્રભાઇ હેબતસંગભાઈ બારડ નામનો યુવાન ગત તા: ૨૧-૧૨-૨૦૧૯ ના રોજ નરપતસિંહના બાઇક પાછળ બેસી જઈ રહ્યો હતો. ત્યારે સાયલના ફુલગ્રામ પાસે પહોંચતા સામેથી આવતી જી.જે.- ૧-ઇ.ટી.-૭૭૬૫ નંબરની લકઝરી બસ ચાલકે બાઇકને ઠોકરે ચડકવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મહેન્દ્રભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મહેન્દ્રભાઇ બારડ થોરીયાળીના ઘનશ્યામભાઈ મસાણીના મીરા એન્ટરપ્રાઇઝમાં નોકરી કરતા હતા અને તેમનો માસિક પગાર રૂ.૨૧,૮૦૦ હતો. જે પગારની રકમ ઘનશ્યામભાઈ મસાણી બેંકખાતામાં ચુકવતા હતા. મહેન્દ્રભાઇ બારડનુ અકાળે મોત નિપજતા તેમના વારસદારો વળતર મેળવવા રાજકોટ ખાતે ક્લેઇમ કેસ દાખલ કર્યો હતો. મહેન્દ્રભાઈ બારડના વારસદારોના વકીલ તરફથી મુળીના ટીકર ગામના મીરાએન્ટરપ્રાઇઝના માલીક તરફથી જુબાની આપવા માટે ઓર્થોરાઇઝડ વ્યક્તિ દશરથસિંહ બનેસીંગ કાછેલાને તપાસવામાં આવ્યા હતા અને તેમણે મૃતકને માસીક પગાર રૂા.ર૧,૮૦૦ પગાર આપતા હોવાની અને બેંકમાં જમા કરાવતા હોવાની જુબાની આપી બેંકનુ સ્ટેટમેન્ટ પણ મીરાએન્ટરપ્રાઇઝ તરફથી રજુ કરવામાં આવ્યું હતું. જેને ધ્યાને લઈ એડીશ્નલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એસ.વી. શર્માએ માસિક રૂ.૨૧,૮૦૦ આવક માની અને મૃતકના નાના ભાઈ કાંઈ ના કરતા હોવાથી તેને ડીપેન્ડેન્ટ ગણી માત્ર લક્ઝરી બસની વિમાકુયુ.ઘી નેશનલ ઇન્શ્યોરન્સ કા.એ મૃતક મહેન્દ્રભાઇ હેબતસંગ બારડના વારસદારોને એક માસમાં વ્યાજ સહિત રૂ.૮૦ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. કેસમાં મૃતક મહેન્દ્રભાઇ બારડના વારસદારો વતી રાજકોટના વકીલ શ્યામ જે. ગોહિલ, હિરેન ગોહિલ, મૃદુલા ગોહિલ, દિવ્યેશ કણજારીયા, પુનીતા વેકરીયા, અશોક કે.લુંભાણી રોકાયા હતા.