Morbi,તા,06
ભડિયાદ રોડ પર આવેલ કિરાણા સ્ટોરમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલ અને ૫૪ નંગ બીયરના જથ્થા સાથે દુકાનદારને ઝડપી લીધો હતો અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી ઈશ્વરભાઈ ફૂલતરીયા પોતાની ભડિયાદ રોડ પર હરિઓમ સોસાયટીમાં આવેલ ઉમિયા કિરાણા સ્ટોરમાં ગેરકાયદે દારૂનો જથ્થો રાખતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ઉમિયા કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી દારૂની ૩૦ બોટલ કીમત રૂ ૩૩,૦૦૦ અને બીયર ટીન નંગ ૫૪ કીમત રૂ ૯૭૨૦ મળી આવતા પોલીસે કુલ રૂ ૪૨,૭૫૦ નો મુદામાલ કબજે લઈને દુકાનદાર ઈશ્વરભાઈ બાવજીભાઈ ફૂલતરીયા રહે હરિઓમ સોસાયટી વાળાને ઝડપી લીધા છે અન્ય આરોપી મુસ્તાક સોલંકી રહે મોરબી વાળાનું નામ અને મોબાઈલ નંબર ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે