Morbi,તા,06
કન્યા છાત્રાલય રોડ પર રાધા પાર્કમાં ઘર પાસે રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના કન્યા છાત્રાલય રોડ પર રાધા પાર્ક 2 બ્લોક નં ૩ માં રહેતા અમિતભાઈ મોહનભાઈ પરમારે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ એપ્રિલના રાત્રીથી સવાર દરમિયાન ફરિયાદીનું બાઈક જીજે ૧૧ એન ૭૦૦૯ કીમત રૂ ૩૦ હજાર વાળું ઘર પાસે પાર્ક કરેલ હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે