આ સમગ્ર રેકેટમાં ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે આ વીડિયો બનાવવાની રકમ અને વિગતો ખુદ પોલીસે આરોપીને આપી હતી
Surendranagar,તા.૬
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમવાર વીડિયો બનાવી રુપિયા પડાવવાનું સૌથી મોટુ રેકેટ ઝડપાયુ છે. જેમાં એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર રેકેટમાં ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે આ વીડિયો બનાવવાની રકમ અને વિગતો ખુદ પોલીસે આરોપીને આપી હતી. આરોપી યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી ત્યારે એની પાસે રહેલા બે મોબાઈલ કબ્જે કરાયા હતા. પોલીસે હાલ ૧૦૦ જેટલા વીડિયોની તપાસ કરી
આ બંને મોબાઈલની તપાસ કરાતા એમાં ૫૦૦થી વધુ વીડિયો મળી આવ્યા હતા અને સાથે અનેક રેકોર્ડિંગ પણ સામે આવ્યા હતા. રેકોર્ડિંગમાં વીડિયો બનાવવાનું કહેનારા કોનો વીડિયો બનાવવો, શું આક્ષેપો કરવા સહિતની વિગતો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સાથોસાથ બે બેકિંગ અકાઉન્ટ પણ મળી આવ્યા હતા. જેમાં લાખો રુપિયાની લેવડદેવડ સામે આવી હતી. પોલીસે હાલ ૧૦૦ જેટલા વીડિયોની તપાસ કરી હતી, જેમાં અનેક લોકોએ આ વીડિયો બનાવવાનું કહેવામાં આવ્યુ હતુ, તે લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિજયસિંહ પરમારનો એક વીડિયો ખોટા આક્ષેપો સાથે સોશયલ મીડિયા અને ઈનસ્ટાગ્રામમાં યોગેન્દ્ર ઉર્ફે બકરાએ વાયરલ કર્યો હતો. જેમાં બકરાએ ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમાર પાસેથી ૨ લાખની માગણી કરી હતી, આ અંગે વિજયસિંહે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બકરા વિરદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. એલસીબી અને એસ.ઓ.જીની ટીમે બકરાને ઝડપી પાડયો હતો, જેમાં એની પુછપરછ કરાતા અને રેકોર્ડિંગની તપાસ કરાતા રક્ષક રક્ષકનો દુશ્મન નીકળયો હતો. આ વીડિયો બનાવવા હમણા જ એક જુગારના કેસમાં સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ચુડાસમાનું નામ સામે આવ્યુ હતુ, આ નરેન્દ્રસિંહના કહેવાથી એણે રુપિયા આપ્યા હતા. પોલીસનો વીડિયો બનાવવા માટે આ ખુલાસાથી પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. હાલ તો પોલીસે નરેન્દ્રસિંહ ચુડાસમા સામે અને મુખ્ય આરોપી બકરા સામે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે, આ કેસમાં અનેક લોકોના નામો સામે આવી રહ્યા છે, તમામ સામે ગુના દાખલ કરવામાં આવશે.