Rajkot,તા.07
શહેરના ૧૫૦ ફુટ રીગ રોડ ગોવર્ધન ચોક ચોક ખોડીયાર નગરમા રહેતા મહેશભાઇ તેજાભાઇ ડાભી ગઇ તા-૦૪/૦૫/૨૦૨૫ ના રોજ વહેલી સવારના તેમના દીકરા અમદાવાદ જવું હોય આથી હુડકો ચોકડી પાસે આવેલ મોગલ ડેરી ખાતે ઉતરેલ થોડીવારમા તેઓના દીકરાએ જણાવેલુ કે, તેમના ખીસ્સામા રહેલા 6,00,000 ની કિંમત નો છ તોલા સોનાનો ચેઇન રોડ પર પડી ગયેલ અને તેઓને થોડી વાર પછી જાણ થતા તપાસ કરતા મળી આવેલ ન હોય આથી પોલીસ સ્ટેશન ખાતે આવીને સધળી હકિકત જણાવતા પો.ઇન્સ. મયુરધ્વજસિંહ એમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. જે.જે.ગોહીલ અને સર્વેલન્સ સ્કોર્ડના કર્મચારીઓ ધ્વારા બનાવ સ્થળની મુલાકાત લઇને આજુ બાજુ ના સી.સી.ટીવી ફુટેજ ચેક કરતાં સદરહું બનાવમાં સોનાનો ચેઇન મહીલાને મળેલ હોવાની હકિકત પો.કોન્સ. અરવિંદભાઇ ફતેપરા અને રાજદીપસિંહ જાડેજાને જાણવા મળતા તેઓ સી.સી.ટી.વી. કેમેરા આધારે આ સોનાનો ચેઇન જે મહીલાને મળેલો તેને શોધીને સોનાનો ચેઇન ટુકા સમયમા પરત અપાવતા મહેશભાઇ તેજાભાઇ ડાભીનાઓને આનંદની લાગણી અનુભવેલ તેમજ તેઓએ ભકિતનગર પોલીસ સ્ટેશન સ્ટાફનો ખુબજ આભાર વ્યકત કરેલ હતો.