એલસીબી ઝોન 1 એ દરોડો પાડી 300 બોટલ દારૂ ,વાહન અને મોબાઈલ મળી 6. 10 લાખનો મુદ્દામાલ કબજે
Rajkot,તા.07
શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલ હુડકો આરોગ્ય કેન્દ્ર નજીક રજવાડી ચોક માંથી પસાર થયેલી કારમાંથી રૂપિયા 70 800 ની કિંમતના વિદેશી દારૂ સાથે પરાક્રમસિંહ જાડેજા ની ધરપકડ કરી પોલીસે દારૂ કાર અને મોબાઈલ મળી 6.10 લાખનો મુદ્દામાં કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે એલસીબી ઝોન 1ના પી.એસ.આઇ ચુડાસમા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે આજીવ વસાહત માં આવેલ ખોડીયાર નગરમાં રહેતા પરાક્રમસિંહ પ્રવિણસિંહ જાડેજા નામનો શખ્સ જી જે 3જેસી 21 31 નંબરની બ્રેઝા કારમાં વિદેશી દારૂ ભરીને ડીલીવરી કરવા જઈ રહ્યા હોવાની કોન્સ્ટેબલ રવિરાજભાઈ પટગીરને મળેલી બાતમીના આધારે હુડકો આરોગ્ય કેન્દ્ર વાળા રોડ રજવાડી ચોક પાસે વોચ ગોઠવી હતી. ત્યારે પૂરપાટ ઝડપે નીકળેલી ઉપરોક્ત નંબરની કારને અટકાવી તલાસી લેતા જેમાંથી 70.800 ની કિંમતની નાની મોટી 300 બોટલ શરાબ સાથે પરાક્રમસિંહ જાડેજા ની ધરપકર કરી હતી પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી રૂપિયા 6.10 લાખનો મુદ્દાના કબજે કરી ઝડપાયેલા પરાક્રમસિંહ જાડેજા આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યા અને કોને ડિલિવરી કરવાના હતા તે મુદ્દે એ.એસ.આઇ મનરૂખગીરી ગોસ્વામી દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.