Gandhinagar,તા.07
વિદ્યાર્થીઓ WhatsApp Number ૬૩૫૭૩૦૦૯૭૧ પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે
આજે ૮ મેના રોજ ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બેઠક ક્રમાંક નાખીને પરિણામ જોઈ શકશે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં યોજાયેલી ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ સવારે ૮ કલાકે જાહેર કરવામાં આવશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં યોજાયેલી માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.orgપર તારીખ ૮મેના રોજ સવારના ૮ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number ૬૩૫૭૩૦૦૯૭૧ પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
વિદ્યાર્થીઓના ગુણપત્રક અને જી.ઇ. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૫ના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવાની રહેશે.