Jamnagarતા ૭,
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતી ચાર્મિબેન ગજાનંદભાઈ વ્યાસ નામની અનેક વિપ્ર યુવતીએ લોકોને ખોટું પ્રલભન આપીને લાખો રૂપિયા ની રકમ ચાઉં કરી લીધી હોવાની માહિતી પોલીસને મળતાં પોલીસ દ્વારા ચાર્મીબેનની ઉંડાણ પૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં લોકોને પોલીસ મથકમાં આવી ફરિયાદ નોંધાવવા નું જાહેર કરાયું હતું, જેના અનુસંધાને એક મહિલા સહિત બે નાગરિકો તેની સામે સી.ટી. બી. ડિવીઝાન પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે.
જામનગરમાં જોગર્ષ પાર્ક વિસ્તારમાં રહેતી નીલોબેન કિર્તીભાઈ શાહ નામની વણિક મહિલાએ ચારમીબેન ગજાનંદભાઈ વ્યાસ ઉપરાંત જામનગરના જાણીતા એડવોકેટ જાગૃતિબેન વ્યાસ અને નાહેલા બાનું મેંમણ નામ ની મહિલા સહિત ત્રણ સામે પોતાની રૂપિયા ૪ લાખ વિસ હજારની રકમ પડાવી લઈ પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત જામનગરમાં માતવબાગ વિસ્તારમાં રહેતા નિમેષભાઈ દિલીપકુમાર શેઠ નામના ૪૧ વર્ષના વણિક યુવાને પણ ચાર્મીબેન અને એડવોકેટ જાગૃતિબેન તથા નાહેલા બાનુ મેમણ વગેરે સામે પૂર્વ aayi2ત કાવતરું પડી છેતરપિંડી કરવા અંગે નો ગુનો નોંધ્યો છે જેને પોતાની શ્રીજી એન્ટરપ્રાઇઝ નામની પેઢી મારફતે સસ્તા ભાવે ઇલેક્ટ્રોનિક ઉપકરણો મંગાવ્યા પછી તેમાં નફો મેળવી લેવાની લાલચે ૧૦ લાખ જેવી માતબર રકમ મેળવી લીધી હતી. જે પરત નહીં આપી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હોવાથી મામલા ને સીટી જી.જી. વિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસ દ્વારા સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવાહી રહી છે.

