Ahmedabad,તા.૭
પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈકના લીધે ભારતની ફ્લાઈટ્સ પર તેની અસર જોવા મળી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ, ભુજ, જામનગરની એર ઈન્ડિયાની ઘણી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. તેમજ અમદાવાદ એરપોર્ટથી ભૂજ, જામનગર તરફ જતી ઘણી ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે.
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભુજ એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે. રાજકોટ બાદ ભુજ એરપોર્ટ પણ બંધ કરાયું છે.ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાના ભાગ રુપે રાજકોટ બાદ ભૂજનું એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂજ એરપોર્ટ પર સિવીલિયન ફ્લાઈટ ઓપરેટ કરવામાં નહીં આવે. તેમજ જામનગરનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે.
શ્રીનગર સિવાય ૧૧ એરપોર્ટની કામગીરી બંધ કરી નાખવામાં આવી છે. તો જમ્મુ, શ્રીનગર, લેહ, ચંદીગઢ, બિકાનેર, જોધપુર, રાજકોટ, ધર્મશાલા, અમૃતસર, ભુજ તેમજ જામનગર એરપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના લીધે હવાઈ મુસાફરી પ્રભાવિત થતી જોવા મળી છે. અમૃતસર અને ચંદીગઢ એરપોર્ટ બંધ કરી નખાયા છે. દિલ્હીથી કુલ ૯૫ ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. દિલ્હીથી વિદેશ તરફ જતી ૧૧૩ ફ્લાઈટ્સ મોડી થઈ છે.એર સ્ટ્રાઈક અંગે એરલાઈન્સ કંપનીઓએ માહિતી આપી છે.
એર ઈન્ડિયાએ જણાવ્યું કે ફ્લાઈટની સ્થિતિ ચકાસ્યા પછી તેમના પેસેન્જરોને ત્યાર પછી જ એરપોર્ટ પર જવાની વિનંતી કરી છે. જે માટે હેલ્પલાઈન નંબરો આપવામાં આવ્યા છે.
ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઈકના લીધે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૧ જેટલી ફ્લાઈટ રદ કરી નખાઈ છે. ૭મે ના રોજ ઈન્ડિગો ને એર ઈન્ડિયાની ૧૧ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે. જેના કારણે રાજકોટ એરપોર્ટ પર ૧૫૦૦૦ તો હવાઈ યાત્રા કરતા ૧૭૦૦ જેટલા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેથી ૩૨૦૦ જેટલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે. તો રાજકોટથી મુંબઈ તરફ જતી ૫ ફ્લાઈટ, દિલ્હી અને પુણે તરફ જતી ૨ અને હૈદરાબાદ અને બેંગ્લોરની ૧ ફ્લાઈટ રદ કરી નાખવામાં આવી છે.