ઘરમાં ઇમિટેશન કામગીરી દરમિયાન ગેસ ગન લીક થઈ જતા સર્જાય દુર્ઘટના
Rajkot,તા.08
રાજકોટમાં ઇમિટેશન ના કામ માટે જાણીતા ગંજીવાડામાં ઘરમાં ઇમિટેશનનું કામ કરતી વખતે ગેસ ગન લીક થઈ જતા લાગેલી આગમાં કારીગરનું પેરેલ કપડે ગંભીર રીતે દાજી ગયા બાદ સારવાર દરમિયાન પ્રાણ પંખીડું ઉડી ગયું હતુંઆ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગંજીવાડા શેરી નંબર 43 દૂધસાગર રોડ પર રહેતા અને ઘરમાં જ ઇમિટેશન નું કામ કરતા દિલીપભાઈ સોમાભાઈ ગોહેલ ૪૩ ગઈકાલે બપોરે ૧/૩૦ વાગે ઇમિટેશનનું કામ કરતા હતા ત્યારે ગેસ ગનમાં લીકેજ ના કારણે આગ લાગી હતી અને દિલીપભાઈ પેરેલ કપડે દાઝી ગયા હતા તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ બર્ન્સ વોર્ડ માં દાખલ કરતા સારવાર દરમિયાન મોત થયું હતું.અકસ્માતનો ભોગ બનેલ દિલીપભાઈ ના ભાઈ ભરતભાઈ એ જણાવ્યું હતું કે દિલીપભાઈ ઘરમાં ઇમિટેશનનું કામ કરતા હતા ગઈકાલે એકલા હતા તે દરમિયાન આગ લાગી હતી. મકાનમાં ધુવાડા નીકળતા જોઈ પાડોશી એ ભરતભાઈ ને જાણ કરતા તાત્કાલિક તેમણે દિલીપભાઈ ને રાજકોટ સિવિલમાં ઉતાર્યા હતા ત્યાં સારવાર દરમિયાન રાત્રે તેમનું મોત થયું હતું દિલીપભાઈ ૩ભાઈ, ૧ બેહેનમાં સૌથી મોટા હતા. બનાવની જાણ થતા થોરાળા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી