તટસ્થ અને ન્યાયિક તપાસની માંગ સાથે સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા
દુષ્કર્મની ફરિયાદ બાદ અમિત ખુટે પોતાની વાડીમાં ગળાફાંસો ખાય આપઘાત કરી લીધા હતો
Rajkot,તા.08
રીબડાના પાટીદાર યુવાન સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ અમિતભાઈ ખૂટે પોતાની વાડીમાં સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાય જીવન ટૂંકાવી લીધું હતું. ક્ષત્રિય સમાજના આગેવાન અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ વિરુદ્ધ મરવા મજબૂર કરવાની કલમ હેઠળ નોંધાયેલના ગુનાના અંતર્ગત પિતા પુત્રના સમર્થનમાં અઢારે વર્ણના લોકો દ્વારા જિલ્લા કલેકટર પ્રભવ જોશીને આવેદન પત્ર પાઠવી ન્યાયિક તપાસની માંગ કરી છે.આ તકે મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.અમિતભાઈ દામજીભાઈ ખુંટ વિરૂધ્ધ રાજકોટ એ. ડીવીઝન પોલીસ સ્ટેશનનાં દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરીયાદ નોંધાયેલી હતી. પોલીસ પકડની દરમિયાન અમિતભાઈ દામજીભાઈ ખુંટ તા.૦૫-૦૫-૨૦૨૫ ના રોજ રાત્રીના કે વહેલી સવાર રીબડા ખાતે પોતાની વાડીએ આત્મહત્યા કરેલ હોવાનું બનાવ બનેલ હતો. મૃતકએ પોતાની મનસ્વી રીતે કે કોઈના મારફ્તે ચાર પન્નાની સ્યુસાઈડ નોટમાં રીબડા ગામનાં અનિરુદ્ધ સિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાએ મરવા મજબુર કરેલ હોવાના આક્ષેપો કરેલ છે. જેના આધારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંઘાયેલી છે. જેમાં આરોપી તરીકે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહને પોલીસે રાજકીય દબાવથી તપાસ વિના મુખ્ય આરોપી જોડીને એક રાજકીય કિન્ના ખોરીથી ગુન્હો નોંઘવા પોલીસ પર દબાણ લાવેલ છે. રાગદ્વેશને લીધે હાલની આ એફ. આઈ. આર. થયેલ છે..પોલીસે દબાવમાં રહી સ્યુસાઈડ નોટનાં એફ.એસ.એલ. રીપોર્ટ ની રાહ જોયા વિનાં ગુન્હો દાખલ કરેલ છે. ગોંડલ કાયદો અને વ્યવસ્થા સંદર્ભમાં સવાલો ઉઠાવેલ અમો આવેદન કર્તાની સદરહું આવેદનથી માંગ છે. કે, એફ.આઈ. આર. ના આરોપીની સામે અટકાયતી અને કાનુની રાહે કાર્યવાહી થતાં પહેલાં પુખ્ત પુરાવા અને યોગ્યય તટસ્થ તપાસ થયા બાદ આરોપીઓની ભૂમીકાને ધ્યાનમાં રાખી આરોપીઓ સામે કાર્યવાહી થવા આપની કક્ષાએથી તાબાનાં પોલીસ અધિકારીને યોગ્ય ન્યાયીક ડાયરેકશન આપવા માંગ કરી છે