Rajkot,તા.08
શહેરના દાસી જીવણપરા શેરી નંબર ૫માં આવેલા વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતો યસ રાજેશભાઈ મહેતા નામના શખ્સે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી પીસીબીની મળી હતી. બાતમીના આધારે ફ્લેટમાં દરોડો પાડી વિદેશ દારૂની ૨૪ બોટલ સાથે યશ મહેતાને ઝડપી લીધો છે. આ દરોડાની કામગીરી પીસીબી પીઆઇ એમ જે હુણ, એ.એસ.આઇ મયુરભાઈ પલારીયા, સંતોષભાઈ મોરી, મહિપાલસિંહ ઝાલા અને હરદેવસિંહ રાણા સહિતના સ્ટાફ બજાવી હતી.