પ્રૌઢના પ્રેમસંબંધોની વાતોથી કંટાળી પુત્ર, જમાઇ વગેરે દ્વારા છરીથી હુમલો કરી મહિલાનુ ઢીમ ઢાળી દીધું
Rajkot,તા.08
કુવાડવા રોડ પર આવેલ સરકારી ક્વાર્ટર વિસ્તારમાં પ્રૌઢના પ્રેમસંબંધોની વાતોથી કંટાળી પુત્ર, જમાઇ વગેરે દ્વારા છરીથી હુમલામાં મહિલાની થયેલી હત્યા મામલે મદદગારીના ગુનાના એક આરોપીની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ, ગઈ તા. ૧૪/ ૧૧/ ૨૦૨૪ના રોજ રાત્રિના ૧૨.૩૦ વાગ્યાના અરસામાં કુવાડવા રોડ ખાતે આવેલ શહીદ ઉધમસિંહ ટાઉનશિપના બ્લોક નંબર-એફમાં રહેતા રેશ્માબેન યુનુસભાઇ બેલીમ ઉપર મહેબુબભાઇનો દીકરો ટીપુ, મહેબુબભાઇના જમાઈ સોહીલ તથા એક અજાણ્યા ઈસમ દ્વારા ખૂની હુમલો કરતા રેશ્માબેન ઉપર શાહનવાજ ઉર્ફે ટીપુ મહેબુબભાઇ સમા, સોહીલ હુશૈનભાઇ માંઢાત, સોહીલ સલીમભાઈ હોથીયાણી, જેનુલ મહેમુદભાઈ બ્લોચ તથા રવિભાઈ નવઘણભાઈ વગેરેએ છરીથી હુમલો કરી ગંભીર ઇજા થતાં તેઓને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા મતલબની ફરિયાદ તે જ ક્વાર્ટરમાં રહેતા તેઓના કૌટુંબિક સગા શોએબભાઈ બોદુભાઈ સોલંકી દ્વારા તે જ દિવસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ. દરમિયાન ઈજા પામનાર રેશ્માબેનનું ચાલુ સારવારે તા. ૨૪/ ૧૧/ ૨૦૨૪ના રોજ મૃત્યુ થતાં સદરહું કામમાં હત્યા નિપજાવવાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.આ ગુનાના કામમાં તપાસનીસ અધિકારી દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેની તપાસમાં આરોપીના પિતા મહેબુબભાઈ સમાને આ કામનાં મરણજનાર રેશ્માબેન સાથે પ્રેમસંબંધ હોય, જે છતાં રેશ્માબેન આરોપીના મહેબૂબભાઈ સમાને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની ખોટી હકીકત સગા સંબંધીઓમાં ફોન કરીને જણાવતા હોય છે. જે વાતનો ખાર રાખી આરોપીઓએ એકસંપ થઈ, ગુન્હાહિત કાવતરું રચી ગુનાને અંજામ આપ્યો હોવાનું ચાર્જશીટ મૂકવામાં આવ્યું હતું. દરમિયાન આ કામમાં જેલહવાલે રહેલા આરોપી જેનુલ બ્લોચ દ્વારા હાઇકોર્ટ સમક્ષ જામીનમુક્ત થવા માટે અરજી કરેલ. હાઇકોર્ટના એડવોકેટ કૃણાલભાઈ શાહી દ્વારા આરોપી વતી મુખ્યત્વે એવી રજૂઆત ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એમ. આર. મેંગડેએ અરજદારના રોલને ધ્યાને લેતા જામીન મુકત કરતો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. આ કામમાં આરોપી અરજદાર વતી રાજકોટના સિનિયર એડવોકેટ લલિતસિંહ શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, સી. એમ. દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, મનીષ ગુરુંગ, નિશાંત જોષી, સહાયક વિક્રમ નાડાર તથા પ્રશાંત સિંધવ રોકાયા હતાં.