આઈડી આપનાર દર્શન ખાચરિયા નામના શખ્સની શોધખોળ, પીીસીબી એ દરોડો પાાડી મોબાઈલ કબજે કર્યો
Rajkot, તા.09
શહેરના યાજ્ઞિક રોડ નજીક ડોક્ટર દસ્તુર માર્ગ આરાધના ટી સામે ફૂટપાથ પર આઇપીએલ મેચ પર મોબાઈલ ફોનમાં રન ફેર નો જુગાર રમી અને રમાડતા હસરાજ નગરમાં રહેતો સુરજ આહીર ની ધરપકડ કરી ₹10,000નો મુદ્દામાલ કબજે કરી ત્યારે આઈડી આપનાર દર્શન ખાચરિયા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. આઈપીએલ ટુર્નામેન્ટમાં પ્રારંભ સાથે બુકીઓ ક્રિકેટ મેચ પર રનફેરનો હારજીત નો જુગાર રમાડતા હોવાની પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને મળેલી માહિતીના આધારે ઓનલાઈન ક્રિકેટ સટોડીયા સામે કડક હાથે કામગીરી કરવા આપેલી સૂચનાને પગલે પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે શહેરના જામનગર રોડ પર આવેલા હંસરાજ નગર શેરી નંબર ચારમાં રહેતો સુરજ રાજેશ અવાડીયા નામનો શખ્સ યાજ્ઞિક રોડ નજીક દસ્તુર ડોક્ટર દસ્તુર માર્ગ પર આવેલ આરાધના ટી સામે ફૂટપાથ પર મોબાઇલમાં 20 – ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર રનફેરના સોદા કરી જુગાર રમાડતો હોવાની હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાને મળેલી બાતમીના આધારે પી એસ આઈ એમ આર મકવાણા સહિતના સ્ટાફે દરોડો પાડી સુરજ આહીર મોબાઈલમાં સોદા કરતો રંગે હાથે ઝડપી લીધો હતો પોલીસે મોબાઈલ ચેક કરતા આઈડી માં સોદા કરતા હોવાનું ખુલતા પોલીસે સુરજ આહીર ની પૂછપરછ કરતા આઇડી જેતપુરના દર્શન ખાચરિયા નામના શખ્સ પાસેથી મેળવી ક્રિકેટના સોદા કરતા હોવાની કબુલાત આપતા પોલીસે 10 હજારનું મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા દર્શન ખાચરિયાની શોધખોટ હાથ ધરી છે.