Gondal તા.9
આજરોજ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું ત્યારે ગોંડલની શ્રી દાસી જીવણ વિદ્યામંદિરમાં શ્રેષ્ઠ પરિણામની પરંપરાને જાળવી રાખી છે. જેમાં ધોરણ 10ના પરિણામમાં સોલંકી નેન્સી એ 98. 00 PR સાથે શાળામાં પ્રથમ નંબરે આવી શ્રી દાસી જીવણ સ્કૂલ અને ગોંડલ નું ગૌરવ વધાર્યું છે. તેમજ માર્ચ – 2025 નું શ્રી દાસી જીવણ વિદ્યામંદિરનું ધોરણ 10 અને ધોરણ 12 બંનેનું 100% પરિણામ આવેલ છે. આ શ્રેષ્ઠ પરિણામને શ્રી દાસીજીવણ સ્કૂલ ના ચેરમેન શ્રી, સંચાલકો, આચાર્યશ્રી તેમજ વિદ્યાર્થીઓ ને આપ્યો. આ સાથે શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને શાળાના ચેરમેન શ્રી ડૉ. નૈમિષભાઈ ધડુકે દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ છે.