Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian
    • Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો
    • કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું
    • Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા
    • Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી
    • Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા
    • Rajkot: સોની વેપારીએ ઉછીના આપેલા રૂ. 30 લાખનું બુસા બંધુઓએ ચૂનો ચોપડયો
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Pakistan દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ફાઇટર જેટથી જવાબ આપ્યો
    રાષ્ટ્રીય

    Pakistan દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ફાઇટર જેટથી જવાબ આપ્યો

    Vikram RavalBy Vikram RavalMay 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,,તા.10

    જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં અને PoKના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતાં. ત્યારબાદ પાકિસ્તા સેના તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર’ હજુ શરૂ છે. એવામાં આજે વિદેશ મંત્રાલય દ્વારા સંરક્ષ મંત્રાલયે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા સતત આંતરરાષ્ટ્રીય સરહદ તથા નિયંત્રણ રેખા પર હુમલાના પ્રયાસ કરાઇ રહ્યા છે. પાકિસ્તાન પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવી રહ્યું છે જેથી ભારત જવાબી કાર્યવાહી ન કરી શકે.

    આ કાર્યવાહી દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા નુકસાનને સુનિશ્ચિત કરાયું હતું. ચિંતાનો વિષય એ છે કે, પાકિસ્તાને લાહોરથી ઉડાન ભરનારા નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરૂપયોગ કર્યો. જેથી તેઓ પોતાની ગતિવિધિને સંતાડી શકે. પાકિસ્તાની ખોટી માહિતી દ્વારા આદમપુર સ્થિત S-400 પ્રણાલી, સુરતગઢ, નગરોટાના બ્રહ્મોસબેઝ, દહેરાગિરીના તોપખાના પોઝિશન અને ચંદીગઢના ફ્રન્ટ લાઈન વિસ્ફોટકોને નષ્ટ કરવાના ખોટા દાવા સોશિયલ મીડિયા પર ફેલાવ્યા. ભારત આ તમામ ખોટા દાવાઓનું ખંડન કરે છે.

    પાકિસ્તાને LoC પર ડ્રોન હુમલા અને ભારે ગોળીબારાનો અને તોપગોળાના હુમલાના અનેક પ્રયાસ કર્યા. કુપવાડા, બારામૂલા, પૂંછ, રાજૌરી અને અખનૂર સેક્ટરમાં તોપ અને હળવા હથિયારો સાથે ભીષણ ગોળીબાર શરૂ રહ્યો. ભારતીય સેનાએ પ્રભાવી અને તુલનાત્મક પ્રત્યુત્તર આપતા પાક. સેનાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. પાકિસ્તાન સેનાના અગ્રીમ ક્ષેત્રોમાં સૈનિકોની સંખ્યા વધારવામાં આવી રહી છે, જે સ્થિતિને વધુ ભડકાવવાનો પ્રયાસ દર્શાવે છે. અત્યાર સુધી તમામ દુશ્મની કાર્યવાહીનો ભારતીય સેના દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય સશસ્ત્ર દળ જણાવે છે કે, અમે તણાવમાં વધારો નથી ઈચ્છતા પણ શરત છે કે પાકિસ્તાન પણ આવો જ વ્યવહાર કરે.

    આ પ્રેસ બ્રીફિંગમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી, જનરલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર જનરલ વ્યોમિકા સિંહ સંપૂર્ણ માહિતી આપવા માટે મીડિયા સમક્ષ હાજર થયા હતાં. જેમાં સોફિયા કુરેશીએ જણાવ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી પાકિસ્તાની તરફથી પશ્ચિમી વિસ્તારમાં આક્રમક સૈન્ય ગતિવિધિ શરૂ રાખવામાં આવી છે. જેમાં ભારતીય સૈન્ય માળખાને ડ્રોન, ફાઈટર જેટ અને લોન્ગ રેન્જ હથિયારો સહિતના હથિયારોથી નિશાનો બનાવવામાં આવ્યો છે. આ સિવાય LoC અને આંતરરાષ્ટ્રીય સરહદથી 26થી વધુ જગ્યાએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતીય સેના દ્વારા મોટાભાગના પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે. તેમ છતાં વાયુસેના સ્ટેશનો ઉધનપુર, પઠાણકોટ, આદમપુર, ભુજ, ભટિન્ડા સ્ટેશનના ઉપકરણને નુકસાન થયું છે. પાકિસ્તાને રાત્રિના 1:40 વાગ્યે હાઇસ્પીડ મિસાઇલનો ઉપયોગ કરીને પંજાબના એરબેઝ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

    પાકિસ્તાનની નિંદનીય હરકત

    પાકિસ્તાન દ્વારા નિંદનીય રીતે શ્રીનગર, ઉધમપુર અને અવંતિપુરમાં વાયુસેના અડ્ડા પર હોસ્પિટલ અને સ્કૂલ પરિસરને નિશાનો બનાવવામાં આવ્યો. પાકિસ્તાને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની બેજવાબદારીપૂર્વકની પ્રવૃત્તિ સામે આવી છે.

    ભારતીય સેનાએ ફાઇટર જેટથી જવાબ આપ્યો 

    પાકિસ્તાન દ્વારા સૈન્ય ઠેકાણાને જાણીજોઈને નિશાનો બનાવ્યા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ તાત્કાલિક જવાબી હુમલામાં ટેક્નિકલ ઇન્સ્ટોલેશન, કમાન્ડ કંટ્રોલ સેન્ટર, રડાર અને હથિયાર ભંડારને નિશાનો બનાવ્યો હતો. આ સિવાય રફિકી, મુરિદ, ચકલાલા, રહેમિયા ખાન, સુકૂન સ્થિત પાકિસ્તાન સૈન્ય ઠેકાણા પર એર લોન્ચ, સટીક હથિયારો અને લડાકૂ જેટથી પ્રહાર કરવામાં આવ્યા. પસૂર સ્થિત રડાર સાઇટ અને સિયાલકોટના એવિએશન સાઇટ એરબેઝને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા.

    India responds with fighter jets
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Salman Khurshid પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો,પાડોશી દેશમાં કોઈનું નિયંત્રણ નથી

    May 31, 2025
    રાષ્ટ્રીય

    હું બધા કાર્યકરોને કહું છું કે પૈસા કમાવવા જોઈએ, પરંતુ રાજકારણ પૈસા કમાવવાનો વ્યવસાય નથી,Gadkari

    May 31, 2025
    રાષ્ટ્રીય

    થરૂરના વાંધાને કારણે કોલંબિયાને તેની ‘ભૂલ’નો અહેસાસ, પાકિસ્તાનને મોકલવામાં આવેલ શોક સંદેશ પાછો ખેંચી લીધો

    May 31, 2025
    રાષ્ટ્રીય

    Red alert, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, રાજસ્થાનમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરાઇ

    May 31, 2025
    રાષ્ટ્રીય

    Pakistani જાસૂસ કાસિમ પછી, તેનો ભાઈ આસીમ પણ પોલીસના હાથે ઝડપાયો

    May 31, 2025
    આંતરરાષ્ટ્રીય

    Moscow ઇસ્લામાબાદ સાથે કોઈ નવા આર્થિક સંબંધો વિકસાવવાની યોજના બનાવી રહ્યું નથી

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025

    Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા

    May 31, 2025

    Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી

    May 31, 2025

    Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા

    May 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.